સંત મિલે તબ હરિ મિલે, કહિયે આદ ઔર અંત,
જો સંતનકો પરહરે, સો સદા તજે ભગવંત.
ઉપરની સાખી દ્વારા કબીરજીએ સમજાવ્યુ છે કે, સંત પુરૂષ મળ્યા ત્યારે સમજવું કે, તને પરમાત્મા જ મળ્યા છે. તેમની આગળ તારૂં દિલ ખોલી તારા જીવનની આદિથી અંત સુધીની વાત કરજે. જેથી તેઓ તારા દુઃખનું નિવારણ બતાવશે. પરંતુ જો તું સાધુ સંતોથી દૂર ભાગતો રહેશે, તો ભગવાન તને સદાને માટે છોડી દેશે. આપણે પણ લોકોનાં જીવનને ધન્ય બનાવનાર સંતનાં ચરણે જઈએ.
અત્યારનાં કળયુગનાં સમયમાં આવા સાચા સંતો મળવા ખુબજ મુશ્કેલ છે. સંતો પોતાની જાતને ઘસીને માનવજીવનને ઉપયોગી થાય છે. તેઓનાં કોમળ હદયમાંથી હંમેશા ઠંડક અને શાંતિ મળે છે તેવાં જ સંતો વિષે આપણે જાણીએ. દાણીધારની જગ્યા બાંધવા પોતાનાં શિષ્ય નાથજીને આદેશ આપનાર મહાન સંતશ્રી પ્યારેરામજીબાપુ છે. તેઓએ અસંખ્ય જીવને તાર્યા છે. દાણીધારે શ્રી નાથજીદાદાનાં બેસણા છે. તેની સાથે પોતાનાં ગુરૂભાઈ શ્રી ગંગારામ અવધુત અને મોતીરામ(સ્વાન) છે. જયારે માણસોને એક ગામથી બીજા ગામે જવા માટે આખો દિવસ વિતી જતો હોય, ઝડપી વાહન વ્યવહારની સગવળ ના હોય, અંતરિયાત વિસ્તારમાં પીવા માટે પાણી કે જમવા માટે રોટલીનો એક ટુકડો પણ મળવો મુશ્કેલ હોય તેવે સમયે આજુબાજુનાં ગામમાંથી કાવડ ફેરવીને રોટલા લઈ આવી ને ભુખ્યાને ભોજન અને તરસ્યાઓને પાણી આપીને સેવા કરનાર મહાન સંતો સામે આજે મસ્તક જુકી જાય છે.
જયારે જયારે આવા સંતો આશ્રમો અને જગ્યાઓ બાંધે છે ત્યારપછીથી તેઓની જવાબદારી સંભાળવા તેમના શિષ્યો અથવા તો કોઈપણ સાધુ તેમની ગાદીએ આવે છે. તેવીજ રીતે શ્રી નાથજીદાદાનાં વારસ તરીકે દાણીધાર જગ્યાની ગાદીએ ઘણાબધા મહંતો આવી ગયા. જેમાં પોતપોતાની રીતે સેવા ભક્તિનાં તપથી કાર્યો કરીને પોતાનું પ્રારબ્ધ પુરૂ થતા ગાદી છોડી ગયા છે. જેમાં દાણીધારની ગાદીએ ૧૩ માં મહંત તરીકે સંતશ્રી ઉપવાસીબાપુ આવ્યા. તેઓનાં તપનાં પ્રભાવથી જગ્યાને ખુબજ વિકસાવી. તેઓએ પોતાનાં જીવનને લોકોનાં કલ્યાણ માટે ખર્ચી નાખ્યુ. તો આવો, આવા મહાન સંતોનાં જીવનચરિત્રને જાણીએ અને તેઓનાં પરોપકારી જીવનને અનુસરવા માટે તેમનાં આશિર્વાદ મેળવીએ.
This page has the following sub pages.
પ્રતિસાદ આપો