સૌરાષ્ટ્રની પાવનકારી ભુમિમાં આવેલ “તુ હીં રામ પ્યારે રામ” નાં નાદથી સતત ગુંજતી રહેતી જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર. આપણી ભારતીય સંસ્કૃતિમાં થયેલ સંતો, મહંતો અને વિવિધ ક્ષેત્રોમાં થયેલ મહાન વિભુતિઓ પ્રત્યે કૃતાજ્ઞતા પ્રકટ કરવા તેમના જન્મદિવસ, શહિદદિવસ અથવા તો કોઈ ખાસ દિવસે તેમને યાદ કરીને ઉત્સવો થતા હોય છે. આજથી ૪૫૦ વર્ષ પહેલા કાલાવડ શહેરથી ૧૭ કી.મી. જુનાગઢ તરફ્નાં ઉજ્જળ સ્થાને જગ્યા બાંધીને કાવડ ફેરવીને ભુખ્યાને ભોજન, તરસીયાને પાણી અને અભાગત્યોને આશ્રય આપીને સેવા કરી હતી. તે સમયે આ મહાન સંતશ્રી નાથજીદાદાએ પોતે અને તેમની સાથે અન્ય ૧૧ શિષ્યો અને એક મોતીરામ કુતરા એ સવંત ૧૬૭૯ નાં જેઠ વદ ચોથ ને દિવસે જીવતા સમાધી લીધી હતી. ત્યારથી દાણીધાર જગ્યામાં જેઠ વદ ચોથ ને તેમની સવંત્સરી તરીકે ઉજવવામાં આવે છે. આમ આ વર્ષે પણ આ ઉત્સવ ખુબજ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. જેનો અહેવાલ આપણે સૌ સાથે મળીને અહીંથી જ થોડો વિસ્તૃત માણીએ.
શ્રી નાથજીદાદાનો ૩૮૭મો સવંત્સરી ઉત્સવ દાણીધારધામ ખાતે વિક્રમ સંવત ૨૦૬૬ નાં જેઠ વદ ચોથ ને બુધવાર તા.૩૦-૦૬-૨૦૧૦ નાં શુભ દિવસે ઉજવવામાં આવેલ. સવારે ૭.૩૦ કલાકે શ્રી નાથજીદાદાની સમાધીનું પુજન વર્તમાન મહંતશ્રી સુખદેવદાસજીબાપુ નાં હસ્તે અન્ય સંતો, મહંતો અને સેવકગણની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું. બરોબર તે જ સમયે નાથજીદાદાની બાવનગજની ધજા ચડાવવામાં આવી હતી. ત્યારનું ભકિતમય વાતાવરણ અને નાથજીદાદાની જય, ગંગારમબાપુની જય, ઉપવાસીબાપુની જય જેવો જયઘોષ થતો હતો. જગ્યામાં આ ઉત્સવની સાથે સાથે સવારે ૯.૦૦ કલાકથી સાંજનાં ૫.૦૦ કલાક સુધી ઉપલેટાનું ભાઈઓનું મંડળ કાનગોપીનો કાર્યક્રમ રજુ કરેલ અને તેઓએ ભક્તજનોને આપણી જુનવાણી મનોરંજનની ઝાંખી કરાવી હતી. જેમાં ધાર્મિક, સામાજીક, હાસ્યરસ એમ ત્રિવણી સંગમથી કાર્યક્રમ રજુ કર્યો હતો. બપોરે જગ્યાની પરંપરા મુજબ દાદાને ૫૧ થાળ ધરમાં આવેલ ત્યારે બહેનો દ્વારા દાદાનાં કિર્તન અને થાળનાં ગીતો ગવાતા હતાં. ત્યારબાદ વિશાળ ભોજનાલયમાં દર્શનાર્થોઓને પ્રસાદ પીરસવામાં આવેલ. દિવસ દરમિયાન દરરોજની જેમ આજે પણ ચા ની પ્રસાદી પણ ચાલુ હતી. બહારથી પધારેલા સંતોને અલગથી ઉતારાઓ આપવામાં આવ્યા હતાં તેમજ તેઓને અગલથી જ પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જુનાગઢથી તેમજ અલગ અલગ જગ્યાનાં મહંતશ્રીઓ પધાર્યા હતાં. આનંદી આશ્રમ વાળધરીવાળા શ્રી રાજુરામબાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ પધારેલા દરેક ભકતજનોને વિશાળ ધર્મશાળામાં રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જગ્યામાં દાણીધારિયા શાખાનાં સેવકોએ ઠંડા પાણીની ખાસ સેવા આપી હતી. આ પાવન પ્રંસંગે દરેક ભાવિક ભક્તો અને સેવકોએ ખુબજ ધામધુમથી ઉજવણી કરી હતી.
નમસ્કાર, જય માતાજી જીતુબાપુ.
સરસ લેખ અને સમાચાર.
સમય અનુકુળ થશે તો દર્શને આવવાનું ગોઠવશું. આ ઉત્સવ સંપૂર્ણ થયે તેનો અહેવાલ (સચિત્ર) આપવાનું પણ રાખશો તેવું નમ્ર સુચન છે.
આભાર.
સીતારામ… જય માતાજી… અશોકભાઈ,
અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર. જેમ આ ધાર્મિક સાઈટની મુલાકાત લઈને અમને પ્રોત્સાહન કર્યા તેવી જ રીતે કુદરતી સૌંદર્યથી ભરપુર આ જગ્યાએ રૂબરૂ સહપરિવાર દર્શનાર્થે પધારો તેવી અમારી ઈચ્છા.
Jay Sitaram…
It’s realy good site and all events are desply in this site. please give us more information of shri nathjidada’s jagya. thaks… sitaram