Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

About: જીતેન્દ્રસિંહ ચૌહાણ

વેબસાઇટ
http://gu.wikipedia.org/wiki/સભ્ય:જીતેન્દ્રસિંહ
વિગતો
મારૂ નામ જીતેન્દ્રસિંહ રતુભા ચૌહાણ છે. સૌ મિત્રોને મારા જય સીતારામ...જય માતાજી... મારૂ મુળ વતન ગુજરાત રાજ્યનાં રાજકોટ જીલ્લાનાં રાજકોટ તાલુકાનું લાપાસરી ગામ છે. હાલ હું રાજકોટ શહેરમાં રહું છું. મને નાનપણથી જ ધાર્મિક, ઈતિહાસ અને સાહિત્યનો શોખ છે. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં આવેલી શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારનો હું સેવક છું. દાણીધારની જગ્યામાં પરંપરાગત ઉજવાતા પ્રંસંગોએ હું નિયમીત જાઉ છું. જગ્યાનાં વિકાસમાં મહત્વની ભુમિકા ભજવનાર મહંત પ.પુ.સંતશ્રી ઉપવાસીબાપુનાં જીવનથી પ્રેરાઈને મને પણ નિ:સ્વાર્થ ભકિતી કરવાની તલપ લાગી. પરંતુ સમય આવ્યે જ દરેકનાં જીવનમાં વળાંક આવતા હોય છે. જે દિવસની હું રાહ જોતો હતો, તે દિવસ મારા જીવનમાં અચાનક જ આવી ગયો. એક દિવસ હું મારા મિત્રો સાથે શ્રી માંડવરાયજીનાં દર્શને મુળી ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અમો શ્રી ઉપવાસીબાપુનાં પરમ શિષ્ય શ્રી દિપસિંહ ભટ્ટીની વાડીએ જવાનો વિચાર કર્યો. દર શ્રાવણ માસે દિપસિંહ પોતાની વાડીએ ઉપવાસ કરતા હતા. જેથી અમોએ વિચાર કર્યો કે, સાંજનો સમય છે અને વાતાવરણ પણ ખુશનુમા હતુ. અમે તેમની વાડીએ પહોંચ્યા. અમને તેઓએ સારો આવકાર આપીને જમવાની વ્યવસ્થા કરી દિધી. રાત્રિનું ભોજન લીધા બાદ તેઓની પાસે શ્રી નાથજીદાદા, શ્રી ગંગારામબાપુ અને સદગુરૂ શ્રી ઉપવાસીબાપુ દાણીધાર જગ્યા વિષે જાણવાની અમારી ઇચ્છા પ્રગટ કરી અને સતસંગની મોજમાં અમને ખબર પણ રહી અને રાત્રિના ૨ વાગી ગયા. ત્યારથી જ મારા જીવનમાં વળાંક આવી ગયો અને મનોમન નક્કી કરી લીધુકે, મારા જીવનનાં અંત સુધી શ્રી પ્યારેરામબાપુ, શ્રી નાથજીદાદા, શ્રી ગંગારામબાપુ, શ્રી ઉપવાસીબાપુ અને અન્ય સંતોનાં નિર્ભર પ્રેમ મેળવવો. મારા સદગુરૂ દિપસિંહનાં સાનિધ્યમાં રહીને તેના સચ્ચોટ માર્ગદર્શનથી સૌ ભકતજનો અને દાણીધાર જગ્યાનાં સેવકોને જગ્યાની પરંપરા અને ઉજવાતા પ્રંસંગો વિશેની માહિતી મળી રહે તે હેતુથી દાણીધારની આ વેબસાઈટ બનાવી અને તેનું સંચાલન કરી રહ્યો છું. દાણીધારનાં તમામ સંતોનાં આશિર્વાદ સાથે રાખીને વધુ ને વધુ સચ્ચોટ માહિતીઓ મુકતો રહીશ. દાણીધારની જગ્યા વિષે આ વેબસાઈટમાં કોઈપણ સલાહ સુચન હોય તો મને કહેશો, જેની સત્યતા સુધી જઈને જરૂરી સુધારાઓ કરતો રહીશ. ગુરૂકૃપાથી હાલમાં હું સીતારામ ટ્રેડીંગ કંપની ચલાવી રહ્યો છું. સૌ મિત્રોને એક વિનંતી છે કે, દાણીધારમાં ઉજવાતા દરેક પ્રંસંગોએ આવીને ધર્મનો લાભ લેશો. જયાં રહેવા જમવાની તમામ સુવીધાઓ ઉપલબ્ધ છે. સૌ ભકતજનો ને મારા જય સીતારામ....... https://shrinathjidada.wordpress.com/

Posts by જીતેન્દ્રસિંહ ચૌહાણ :

Older Posts »