Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવી “તુ હીં રામ પ્યારે રામ” નાં નામથી ગુંજતી શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારધામમાં વિક્રમ સંવત ૨૦૬૮ નાં જેઠ વદ-૪ (ચોથ) ને ગુરૂવાર તા.૦૭/૦૬/૨૦૧૨ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાની સતત ૩૮૯ મી સવંત્સરી ઉજવવામાં આવશે. દિવસ દરમિયાન શ્રી નાથજીદાદાની સમાધીનું પુજન સવારે ૭:૦૦ કલાકે થશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકેથી સાંજનાં ૪:૦૦ કલાકસુધી કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. દાણીધાર જગ્યાનાં વર્તમાન મહંતશ્રી સુખદેવદાસજીબાપુ તેમજ ટ્રસ્ટીમંડળ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

                                             – :  સ્થળ  : –

                        શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધારધામ

                      તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર (ગુજરાત).

Advertisements

ચાલોદાણીધારધામ શ્રાધ્ધ ઉત્સવ… લોકમેળોકાનગોપી… લોકડાયરો        

કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલી શ્રી નાથજીદાદાની પાવનકારી જગ્યા દાણીધારમાં વિક્રમ સંવત ૨૦૬૭ નાં ભાદરવા વદ-૪ (ચોથ) ને શુક્રવાર, તા.૧૬/૦૯/૨૦૧૧ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાનો સતત ૩૮૫મો શ્રાધ્ધ ઉત્સવ ઉજવવામાં આવશે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુંટુંબ મિત્રમંડળ સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. દિવસ દરમિયાન શ્રી નાથજીદાદાની સમાધીનું પુજન થશે. દિવસ દરમ્યાન રાસમંડળી, કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. વિશેષમાં વહેલી સવારથી લોકમેળાની જમાવટ પણ માણી શકાશે. તેમજ વિક્રમ સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. આ સ્થળે પહોંચવા માટે કાલાવડ શહેરથી જુનાગઢ રોડ પર  ૧૫ કિ.મી. એ દાણીધારનું બસ-સ્ટેન્ડ આવશે. ત્યાંથી પુર્વમાં ૨ કિ.મી. ડામર માર્ગે આવેલ છે. જેમાં પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે.

* * * પાવન પ્રસંગે દિવસ દરમ્યાન કાર્યક્રમની રૂપરેખા * * *

* લોકમેળો : સવારે ૭.૦૦ કલાક થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી. *

* કાનગોપી કાર્યક્રમ : સવારે ૯:૩૦ કલાક થી બપોરે ૪:૦૦ કલાક સુધી. *

* લોકડાયરો : રાત્રે ૯:૩૦ કલાક થી સવારે ૪:૦૦ કલાક સુધી. *

*  (કલાકાર : શ્રી લક્ષ્મણ બારોટ,  શ્રી પરષોતમપરી,  શ્રી યોગેશ ગઢવી (ઈ ટીવી) *


* * * સ્થળ * * *
શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ) – દાણીધાર ધામ.
તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર, ગુજરાત.


* * * નિમંત્રક * * *
શ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ તેમજ શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ

” તુ હીં રામ પ્યારે રામ “ નાં નામથી ગુંજતી શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારમાં વિક્રમ સંવત ૨૦૬૭ નાં જેઠ વદ-૪ (ચોથ) ને રવિવાર તા.૧૯/૦૬/૨૦૧૧ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાની સતત ૩૮૮ મી સવંત્સરી ઉજવવામાં આવશે. દિવસ દરમિયાન શ્રી નાથજીદાદાની સમાધીનું પુજન સવારે ૭:૩૦ કલાકે થશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકેથી સાંજનાં ૪:૦૦ કલાકસુધી કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. દાણીધાર જગ્યાનાં વર્તમાન મહંતશ્રી સુખદેવદાસજી તેમજ ટ્રસ્ટીમંડળ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

– :  સ્થળ  : –

શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધારધામ

તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર (ગુજરાત).

Nathjidada - Danidhar

           સૌરાષ્ટ્રની પાવનકારી ભુમિમાં આવેલ “તુ હીં રામ પ્યારે રામ” નાં નાદથી સતત ગુંજતી રહેતી જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર. આપણી ભારતીય સંસ્કૃતિમાં થયેલ સંતો, મહંતો અને વિવિધ ક્ષેત્રોમાં થયેલ મહાન વિભુતિઓ પ્રત્યે કૃતાજ્ઞતા પ્રકટ કરવા તેમના જન્મદિવસ, શહિદદિવસ અથવા તો કોઈ ખાસ દિવસે તેમને યાદ કરીને ઉત્સવો થતા હોય છે. આજથી ૪૫૦ વર્ષ પહેલા કાલાવડ શહેરથી ૧૭ કી.મી. જુનાગઢ તરફ્નાં ઉજ્જળ સ્થાને જગ્યા બાંધીને કાવડ ફેરવીને ભુખ્યાને ભોજન, તરસીયાને પાણી અને અભાગત્યોને આશ્રય આપીને સેવા કરી હતી. તે સમયે આ મહાન સંતશ્રી નાથજીદાદાએ પોતે અને તેમની સાથે અન્ય ૧૧ શિષ્યો અને એક મોતીરામ કુતરાસવંત ૧૬૭૯ નાં જેઠ વદ ચોથ ને દિવસે જીવતા સમાધી લીધી હતી. ત્યારથી દાણીધાર જગ્યામાં જેઠ વદ ચોથ ને તેમની સવંત્સરી તરીકે ઉજવવામાં આવે છે. આમ આ વર્ષે પણ આ ઉત્સવ ખુબજ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. જેનો અહેવાલ આપણે સૌ સાથે મળીને અહીંથી જ થોડો વિસ્તૃત માણીએ.  

Kan Gopi Utsav - Danidhar

          શ્રી નાથજીદાદાનો ૩૮૭મો સવંત્સરી ઉત્સવ દાણીધારધામ ખાતે વિક્રમ સંવત ૨૦૬૬ નાં જેઠ વદ ચોથ ને બુધવાર તા.૩૦-૦૬-૨૦૧૦ નાં શુભ દિવસે ઉજવવામાં આવેલ. સવારે ૭.૩૦ કલાકે શ્રી નાથજીદાદાની સમાધીનું પુજન વર્તમાન મહંતશ્રી સુખદેવદાસજીબાપુ નાં હસ્તે અન્ય સંતો, મહંતો અને સેવકગણની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું. બરોબર તે જ સમયે નાથજીદાદાની બાવનગજની ધજા ચડાવવામાં આવી હતી. ત્યારનું ભકિતમય વાતાવરણ અને નાથજીદાદાની જયગંગારમબાપુની જય, ઉપવાસીબાપુની જય જેવો જયઘોષ થતો હતો. જગ્યામાં આ ઉત્સવની સાથે સાથે સવારે ૯.૦૦ કલાકથી સાંજનાં ૫.૦૦ કલાક સુધી ઉપલેટાનું ભાઈઓનું મંડળ કાનગોપીનો કાર્યક્રમ રજુ કરેલ અને તેઓએ ભક્તજનોને આપણી જુનવાણી મનોરંજનની ઝાંખી કરાવી હતી. જેમાં ધાર્મિક, સામાજીક, હાસ્યરસ એમ ત્રિવણી સંગમથી કાર્યક્રમ રજુ કર્યો હતો. બપોરે જગ્યાની પરંપરા મુજબ દાદાને ૫૧ થાળ ધરમાં આવેલ ત્યારે બહેનો દ્વારા દાદાનાં કિર્તન અને થાળનાં ગીતો ગવાતા હતાં. ત્યારબાદ વિશાળ ભોજનાલયમાં દર્શનાર્થોઓને પ્રસાદ પીરસવામાં આવેલ. દિવસ દરમિયાન દરરોજની જેમ આજે પણ ચા ની પ્રસાદી પણ ચાલુ હતી. બહારથી પધારેલા સંતોને અલગથી ઉતારાઓ આપવામાં આવ્યા હતાં તેમજ તેઓને અગલથી જ પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જુનાગઢથી તેમજ અલગ અલગ જગ્યાનાં મહંતશ્રીઓ પધાર્યા હતાં. આનંદી આશ્રમ વાળધરીવાળા શ્રી રાજુરામબાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ પધારેલા દરેક ભકતજનોને વિશાળ ધર્મશાળામાં રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જગ્યામાં દાણીધારિયા શાખાનાં સેવકોએ ઠંડા પાણીની ખાસ સેવા આપી હતી.  આ પાવન પ્રંસંગે દરેક ભાવિક ભક્તો અને સેવકોએ ખુબજ ધામધુમથી ઉજવણી કરી હતી.  

Sant Shri Upavasibapu - Danidhar

સંતશ્રી ઉપવાસીબાપુ (ચત્રભુજદાસજી) ગુરૂશ્રી રામલખનદાસજી – જુનાગઢ


          શ્રી ઉપવાસીબાપુની ચોથી પુણ્યતિથી નિમીતે સંવત ૨૦૬૬, ચૈત્ર સુદ અગિયારસ, તા.૨૬.૦૩.૨૦૧૦ ને શુક્રવારનાં રોજ દાણીધારે સાધુ-સંતો, ભાવિક ભક્તો અને જગ્યાનાં સેવકગણ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. “તુહિ રામ પ્યારેરામ” નાં નાદથી ગુંજતી દાણીધારની જગ્યામાં સવારથી જ પ.પુ.સંતશ્રી ઉપવાસીબાપુની સમાધીએ માથુ ટેકવવા અને તેમના આશિર્વાદ મેળવવા સેવકોની ભીડ જામવા લાગી હતી.

          સવારનાં ૯.૦૦ કલાકે જગ્યાનાં વર્તમાન મહંતશ્રી સુખદેવદાસજી બાપુ દ્વારા શ્રી ઉપવાસીબાપુની સમાધી તેમજ ચરણપાદુકાનું પુજન કરવામાં આવેલ. ત્યારબાદ દરેક ભક્તજનો દ્વારા બાપુને પુષ્પો ચડાવીને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. તેની સાથે સાથે ઉપલેટાનાં કલાકારો દ્વારા કાનગોપીનો કાર્યક્રમ થયો હતો. જગ્યાની પરંપરા મુજબ ચાલતા અન્નશ્રેત્રમાં દરેક સેવકોએ પ્રસાદ લીધો હતો. જેમ જેમ સાંજનો સમય થતો જતો હતો તેમ તેમ દુર દુરથી આવેલ સાધુ-સંતો અને ભક્તજનો જગ્યામાંથી વિદાય લેતા હતા. સાંજની આરતી અને પ્રસાદનો સમય પુર્ણ થતા જ બહારથી પધારેલા ભજનીકો દ્વારા સંતવાણી-ભજન થયા હતાં. મોડી રાત્રિ સુધી સૌ ભક્તજનો સંતવાણીમાં લીન થયા હતા.

શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારની આ વેબસાઈટ ઉપર તમારૂ સ્વાગત છે.

Gate of Danidharશ્રી રામચંદ્રભગવાન,       શ્રી પ્યારેરામબાપુ,    શ્રી નાથજીદાદા,         શ્રી ગંગારામબાપુ,      શ્રી ઉપવાસીબાપુ નાં ચરણોમાં તેમજ દાણીધારે બિરાજતા દેવસ્થાનોને સાષ્ટાંગ પ્રણામ કરૂ છું. સિધ્ધ મહાત્માઓ, સંતોનાં આશિર્વાદ તેમજ મારા સદગુરૂનાં આશિર્વાદથી અને સચ્ચોટ માર્ગદર્શન હેઠળ શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારની આ સાઈટ બનાવવા નિમિત બનવાનું સદભાગ્ય મને મળ્યુ છે એ મારા માટે પુ. દાદાની પરમ કૃપા છે.

           દાણીધારની આ સાઈટ હું પુ.દાદા પ્રત્યે કૃતાજ્ઞતા વ્યકત કરવા અને મારા નિજ આનંદ માટે બનાવી રહ્યો છું. આ સાઈટમાં દુર બેઠા જગ્યાનાં તમામ સેવકો અને ભાવિક ભકતજનોને જગ્યા વિષે જગ્યાનો પુરાણો ઈતિહાસ, પરંપરાગત ઉજવાતા પ્રંસંગો અને જગ્યાની વિશેષતા તેમજ સુવિધાઓ વિષે સચિત્ર તેમજ સચ્ચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઘણુબધુ સુંદર, દિવ્ય, મંગલમય છે તે બધુ શ્રી નાથજીદાદાની ચૈતન્ય કૃપાનું અમૃત છે અને મારા ગુરૂની કૃપા છે. તે ઉપરાંત આ સાઈટમાં જે કંઈ ક્ષતિઓ કે ખામીઓ દેખાય તે મારી પોતાની અલ્પતાની અને મર્યાદાની છે તેમ સમજજો, મારા જેવા અબુધ્ધ જીવની ભુલ થવી સંભવ છે. તો મારી ભુલને માફ કરીને આપના પ્રતિભાવ આપતા રહેશો.. તેમજ જગ્યામાં ઉજવાતા પ્રંસંગોએ દર્શનનો લાભ લેવા તમામ સેવકોને મારી વિનંતી છે.

            અહીં પ્રસિધ્ધ કરેલ માહિતીઓ, કથા સામગ્રી તેમજ ફોટાઓ મેં કેટલાંક દાણીધાર ટ્રસ્ટનાં પુસ્તકો, વ્યક્તિગત અનુભવથી, વયોવૃધ્ધ વડીલો પાસેથી તેમજ લોકમુખે સાંભળેલી વાતોનો આધાર લીધો છે. દાણીધારની આ સાઈટ અહીં પ્રસિધ્ધ કરવાનો વિચાર ઉદભવ્યો ત્યારથી આપ સૌ સુધી મુકાઈ ત્યાં સુધીનાં સર્વે કાર્યોમાં વિશિષ્ટ યોગદાન આપનાર સૌનો હદયથી આભાર માનુ છું.

           આ કાર્ય પ.પુ.શ્રી નાથજીદાદાનાં ચરણોમાં સમર્પીત કરતા અંત:કરણ પુર્વક બે હાથ જોડી પ્રાર્થના કરૂ છુ કે, હે દાદા ! આપની કૃપા નિરંતર આપના સેવકો ઉપર અમૃત વરસાવતી રહો! શ્રી પ્યારેરામબાપુ, શ્રી નાથજીદાદા, જય શ્રી ગંગારામબાપુ, શ્રી ઉપવાસીબાપુ નાં ચરણોમાં કોટી કોટી વંદન… સૌને મારા જય સીતારામ…..

 ” આભાર વંદના લી. “

” પ.પુ.શ્રી નાથજીદાદાનો સેવક અને પુ.સદગુરૂ ચરણનુરાગી. “

* * * * * * * * – * * * * *

           સૌ સેવકગણ અને ભાવિકભક્તોને જણાવતા આનંદ અનુભવુ છુ કે, શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધાર વિષે ઈન્ટરનેટ ઉપર અલગ અલગ સાઈટો જેવી કે, ગુજરાતી વિકિપીડિયામાં રસપ્રદ લેખ, ફ્લીકર ઉપર જગ્યાનો ફોટો આલ્બમ, યુટ્યુબ ઉપર જગ્યામાં થયેલા લોકડાયરાની ભજન-વિડીયો આલ્બમ અને વિકિમેપીયા ગુગલ ઉપર દાણીધાર જગ્યાનો પ્રત્યક્ષ નકશો જોવા મળે છે જેનાથી કોઈપણ દર્શનાર્થીને દાણીધાર પહોંચવા માટેનો ભૌગોલિક ખ્યાલ આવે છે. તમામ સાઈટોની કડીઓ નીચે મુજબ આપી છે જેનાં ઉપર ક્લીક કરીને તમામ સાઈટો ઉપર અહીંથી જ પહોંચી શકશો. તો આવો દાણીધાર જગ્યાની યાત્રાએ… સૌ ભકતજનોને નમ્ર વિનંતીકે આ વેબસાઈટ વિશે આપનાં પ્રતિભાવ કોમેન્ટનાં બોક્સમાં અથવા ઈમેઈલ કરીને જરૂરથી આપતા રહેશો. “તુ હીં રામ પ્યારે રામ… જય જય સીતારામ…”

* દાણીધાર જગ્યાનો રસપ્રદ લેખ *   દાણીધાર જગ્યાનો ફોટો આલ્બમ *

* દાણીધાર જગ્યાની ભજન-વિડીયો આલ્બમ  દાણીધાર જ્ગ્યાનો ગુગલ નક્શો *

 

******** –  સંપર્ક  – * – ******

 
Upavasibapu - Danidhar શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ)

તાલુકો કાલાવડ (શીતલા),

જીલ્લો જામનગર, ગુજરાત,

 દાણીધારધામ – ૩૬૧૧૬૦.

ફોન નં. (૦૨૮૯૪) ૨૬૩૦૯૩.

શ્રી નાથજીદાદા ટ્રસ્ટ – રજી.નં. એ/૭૩૮.

શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ – રજી.નં. ઈ/૫૮૧.

ઈમેઈલ : shrinathjidadadanidhar@gmail.com

વેબસાઈટ : https://shrinathjidada.wordpress.com/

બ્રહ્મલીન મહંતશ્રી ઉપવાસીબાપુ (ચત્રભુજદાસજી)

ગુરૂશ્રી રામલખનદાસજી (જુનાગઢ)

———————————————————————————————————————–