Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘upavasibapu’

ચાલો… દાણીધારધામ… શ્રાધ્ધ ઉત્સવ… કાનગોપી… ચાલો… દાણીધારધામ…

વિક્રમ સંવત ૧૬૩૪ થી મહાસિધ્ધ મહાત્માસૌરાષ્ટ્રને બેસણુ બનાવી ધર્મની ધજા ફરકાવી છે, તેમજ ભાતીગળ ઈતિહાસનું સર્જન કર્યુ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી શ્રી નાથજીદાદાની પાવનકારી જગ્યા દાણીધારમાં વિક્રમ સંવત ૨૦૬૮ નાં ભાદરવા વદ-૪ (ચોથ) ને ગુરૂવાર, તા.૦૪/૧૦/૨૦૧૨ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાનો સતત ૩૮૬મો શ્રાધ્ધ ઉત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે શ્રી નાથજીદાદાનાં સમાધી મંદીરને અવનવા ફુલોથી શણગારવામાં આવશે. વહેલી સવારે આ સમાધીએ આસોપાલવ અને શ્રીફળનું તોરણ બંધાશે. ત્યારબાદ બધી સમાધીઓનું પુજન કરવામાં આવશે. પુજન વિધી પુર્ણ થયા બાદ શ્રી નાથજીદાદાની બાવનગજની ધજા ચડાવવામાં આવશે. તેમજ ગંગારામબાપુનાં ધુણે પણ પુજન વિધી થશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ વાગ્યે જગ્યાની પરંપરા મુજબ સમાધીએ ૫૧ થાળ ધરવામાં આવશે. તે સમય દરમિયાન ટોડા ગામે આવેલી મોતીરામ સ્વાનની સમાધીએ પણ પુજા કરવામાં આવશે. તેમજ ત્યાં પણ બાજરાનો રોટલો, ગુંદી ગાંઠીયાનો પ્રસાદ ધરવામાં આવશે અને શ્રીફ્ળનું તોરણ બાંધવામાં આવશે.  દિવસ દરમ્યાન સવારે ૯.૩૦ વાગ્યાથી સાંજના ૫.૦૦ વાગ્યા સુઘી રાસમંડળી, કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ વિક્રમ સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. આ સ્થળે પહોંચવા માટે કાલાવડ શહેરથી જુનાગઢ રોડ પર  ૧૫ કિ.મી. એ દાણીધારનું બસ-સ્ટેન્ડ આવશે. ત્યાંથી પુર્વમાં ૨ કિ.મી. ડામર માર્ગે આવેલ છે. જેમાં પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુંટુંબ મિત્રમંડળ સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

* * * સ્થળ * * *
શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ) – દાણીધાર ધામ.
તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર, ગુજરાત.

Advertisements

Read Full Post »