Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારની આ વેબસાઈટ ઉપર તમારૂ સ્વાગત છે.

Gate of Danidharશ્રી રામચંદ્રભગવાન,       શ્રી પ્યારેરામબાપુ,    શ્રી નાથજીદાદા,         શ્રી ગંગારામબાપુ,      શ્રી ઉપવાસીબાપુ નાં ચરણોમાં તેમજ દાણીધારે બિરાજતા દેવસ્થાનોને સાષ્ટાંગ પ્રણામ કરૂ છું. સિધ્ધ મહાત્માઓ, સંતોનાં આશિર્વાદ તેમજ મારા સદગુરૂનાં આશિર્વાદથી અને સચ્ચોટ માર્ગદર્શન હેઠળ શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારની આ સાઈટ બનાવવા નિમિત બનવાનું સદભાગ્ય મને મળ્યુ છે એ મારા માટે પુ. દાદાની પરમ કૃપા છે.

           દાણીધારની આ સાઈટ હું પુ.દાદા પ્રત્યે કૃતાજ્ઞતા વ્યકત કરવા અને મારા નિજ આનંદ માટે બનાવી રહ્યો છું. આ સાઈટમાં દુર બેઠા જગ્યાનાં તમામ સેવકો અને ભાવિક ભકતજનોને જગ્યા વિષે જગ્યાનો પુરાણો ઈતિહાસ, પરંપરાગત ઉજવાતા પ્રંસંગો અને જગ્યાની વિશેષતા તેમજ સુવિધાઓ વિષે સચિત્ર તેમજ સચ્ચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઘણુબધુ સુંદર, દિવ્ય, મંગલમય છે તે બધુ શ્રી નાથજીદાદાની ચૈતન્ય કૃપાનું અમૃત છે અને મારા ગુરૂની કૃપા છે. તે ઉપરાંત આ સાઈટમાં જે કંઈ ક્ષતિઓ કે ખામીઓ દેખાય તે મારી પોતાની અલ્પતાની અને મર્યાદાની છે તેમ સમજજો, મારા જેવા અબુધ્ધ જીવની ભુલ થવી સંભવ છે. તો મારી ભુલને માફ કરીને આપના પ્રતિભાવ આપતા રહેશો.. તેમજ જગ્યામાં ઉજવાતા પ્રંસંગોએ દર્શનનો લાભ લેવા તમામ સેવકોને મારી વિનંતી છે.

            અહીં પ્રસિધ્ધ કરેલ માહિતીઓ, કથા સામગ્રી તેમજ ફોટાઓ મેં કેટલાંક દાણીધાર ટ્રસ્ટનાં પુસ્તકો, વ્યક્તિગત અનુભવથી, વયોવૃધ્ધ વડીલો પાસેથી તેમજ લોકમુખે સાંભળેલી વાતોનો આધાર લીધો છે. દાણીધારની આ સાઈટ અહીં પ્રસિધ્ધ કરવાનો વિચાર ઉદભવ્યો ત્યારથી આપ સૌ સુધી મુકાઈ ત્યાં સુધીનાં સર્વે કાર્યોમાં વિશિષ્ટ યોગદાન આપનાર સૌનો હદયથી આભાર માનુ છું.

           આ કાર્ય પ.પુ.શ્રી નાથજીદાદાનાં ચરણોમાં સમર્પીત કરતા અંત:કરણ પુર્વક બે હાથ જોડી પ્રાર્થના કરૂ છુ કે, હે દાદા ! આપની કૃપા નિરંતર આપના સેવકો ઉપર અમૃત વરસાવતી રહો! શ્રી પ્યારેરામબાપુ, શ્રી નાથજીદાદા, જય શ્રી ગંગારામબાપુ, શ્રી ઉપવાસીબાપુ નાં ચરણોમાં કોટી કોટી વંદન… સૌને મારા જય સીતારામ…..

 ” આભાર વંદના લી. “

” પ.પુ.શ્રી નાથજીદાદાનો સેવક અને પુ.સદગુરૂ ચરણનુરાગી. “

* * * * * * * * – * * * * *

           સૌ સેવકગણ અને ભાવિકભક્તોને જણાવતા આનંદ અનુભવુ છુ કે, શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધાર વિષે ઈન્ટરનેટ ઉપર અલગ અલગ સાઈટો જેવી કે, ગુજરાતી વિકિપીડિયામાં રસપ્રદ લેખ, ફ્લીકર ઉપર જગ્યાનો ફોટો આલ્બમ, યુટ્યુબ ઉપર જગ્યામાં થયેલા લોકડાયરાની ભજન-વિડીયો આલ્બમ અને વિકિમેપીયા ગુગલ ઉપર દાણીધાર જગ્યાનો પ્રત્યક્ષ નકશો જોવા મળે છે જેનાથી કોઈપણ દર્શનાર્થીને દાણીધાર પહોંચવા માટેનો ભૌગોલિક ખ્યાલ આવે છે. તમામ સાઈટોની કડીઓ નીચે મુજબ આપી છે જેનાં ઉપર ક્લીક કરીને તમામ સાઈટો ઉપર અહીંથી જ પહોંચી શકશો. તો આવો દાણીધાર જગ્યાની યાત્રાએ… સૌ ભકતજનોને નમ્ર વિનંતીકે આ વેબસાઈટ વિશે આપનાં પ્રતિભાવ કોમેન્ટનાં બોક્સમાં અથવા ઈમેઈલ કરીને જરૂરથી આપતા રહેશો. “તુ હીં રામ પ્યારે રામ… જય જય સીતારામ…”

* દાણીધાર જગ્યાનો રસપ્રદ લેખ *   દાણીધાર જગ્યાનો ફોટો આલ્બમ *

* દાણીધાર જગ્યાની ભજન-વિડીયો આલ્બમ  દાણીધાર જ્ગ્યાનો ગુગલ નક્શો *

 

******** –  સંપર્ક  – * – ******

 
Upavasibapu - Danidhar શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ)

તાલુકો કાલાવડ (શીતલા),

જીલ્લો જામનગર, ગુજરાત,

 દાણીધારધામ – ૩૬૧૧૬૦.

ફોન નં. (૦૨૮૯૪) ૨૬૩૦૯૩.

શ્રી નાથજીદાદા ટ્રસ્ટ – રજી.નં. એ/૭૩૮.

શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ – રજી.નં. ઈ/૫૮૧.

ઈમેઈલ : shrinathjidadadanidhar@gmail.com

વેબસાઈટ : https://shrinathjidada.wordpress.com/

બ્રહ્મલીન મહંતશ્રી ઉપવાસીબાપુ (ચત્રભુજદાસજી)

ગુરૂશ્રી રામલખનદાસજી (જુનાગઢ)

———————————————————————————————————————–

શ્રી નાથજીદાદાનો ૩૯૩મો શ્રાધ્ધ ઉત્સવ

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે કુદરતી સૌંદર્યથી ભરપૂર તુહી રામ પ્યારે રામના નાદથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓ ની ચેતન સમાધિ આવેલ છે તેવી સંતશ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ચત્રભુજદાસજી મહારાજ (ઉપવાસીબાપુ) ની તપોભૂમિ શ્રી દાણીધારધામ માં શ્રી નાથજીદાદાનો ૩૯૩મો શ્રાધ્ધ ઉત્સવ સં.૨૦૭૫ ભાદરવા વદ-૪ (ચોથનું શ્રાધ્ધ) બુધવાર તા. ૧૮/૦૯/૨૦૧૯ ના શુભ દિને ભવ્યાતિભવ્ય ઉજવવાનું આયોજન કરેલ છે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુટુંબ મિત્રમંડળ સહિત પધારવા  નિમંત્રણ પાઠવીએ છીએ.

🌹 નિમંત્રક 🌹

શ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ & શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ 
મુ.દાણીધારધામ, પોસ્ટ મુળીલા તા.કાલાવડ (શીતળા) જી.જામનગર.
E-mail: danidhardham@gmail.com 
Web: shrinathjidada.wordprees.com