Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારની આ વેબસાઈટ ઉપર તમારૂ સ્વાગત છે.

Gate of Danidharશ્રી રામચંદ્રભગવાન,       શ્રી પ્યારેરામબાપુ,    શ્રી નાથજીદાદા,         શ્રી ગંગારામબાપુ,      શ્રી ઉપવાસીબાપુ નાં ચરણોમાં તેમજ દાણીધારે બિરાજતા દેવસ્થાનોને સાષ્ટાંગ પ્રણામ કરૂ છું. સિધ્ધ મહાત્માઓ, સંતોનાં આશિર્વાદ તેમજ મારા સદગુરૂનાં આશિર્વાદથી અને સચ્ચોટ માર્ગદર્શન હેઠળ શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારની આ સાઈટ બનાવવા નિમિત બનવાનું સદભાગ્ય મને મળ્યુ છે એ મારા માટે પુ. દાદાની પરમ કૃપા છે.

           દાણીધારની આ સાઈટ હું પુ.દાદા પ્રત્યે કૃતાજ્ઞતા વ્યકત કરવા અને મારા નિજ આનંદ માટે બનાવી રહ્યો છું. આ સાઈટમાં દુર બેઠા જગ્યાનાં તમામ સેવકો અને ભાવિક ભકતજનોને જગ્યા વિષે જગ્યાનો પુરાણો ઈતિહાસ, પરંપરાગત ઉજવાતા પ્રંસંગો અને જગ્યાની વિશેષતા તેમજ સુવિધાઓ વિષે સચિત્ર તેમજ સચ્ચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઘણુબધુ સુંદર, દિવ્ય, મંગલમય છે તે બધુ શ્રી નાથજીદાદાની ચૈતન્ય કૃપાનું અમૃત છે અને મારા ગુરૂની કૃપા છે. તે ઉપરાંત આ સાઈટમાં જે કંઈ ક્ષતિઓ કે ખામીઓ દેખાય તે મારી પોતાની અલ્પતાની અને મર્યાદાની છે તેમ સમજજો, મારા જેવા અબુધ્ધ જીવની ભુલ થવી સંભવ છે. તો મારી ભુલને માફ કરીને આપના પ્રતિભાવ આપતા રહેશો.. તેમજ જગ્યામાં ઉજવાતા પ્રંસંગોએ દર્શનનો લાભ લેવા તમામ સેવકોને મારી વિનંતી છે.

            અહીં પ્રસિધ્ધ કરેલ માહિતીઓ, કથા સામગ્રી તેમજ ફોટાઓ મેં કેટલાંક દાણીધાર ટ્રસ્ટનાં પુસ્તકો, વ્યક્તિગત અનુભવથી, વયોવૃધ્ધ વડીલો પાસેથી તેમજ લોકમુખે સાંભળેલી વાતોનો આધાર લીધો છે. દાણીધારની આ સાઈટ અહીં પ્રસિધ્ધ કરવાનો વિચાર ઉદભવ્યો ત્યારથી આપ સૌ સુધી મુકાઈ ત્યાં સુધીનાં સર્વે કાર્યોમાં વિશિષ્ટ યોગદાન આપનાર સૌનો હદયથી આભાર માનુ છું.

           આ કાર્ય પ.પુ.શ્રી નાથજીદાદાનાં ચરણોમાં સમર્પીત કરતા અંત:કરણ પુર્વક બે હાથ જોડી પ્રાર્થના કરૂ છુ કે, હે દાદા ! આપની કૃપા નિરંતર આપના સેવકો ઉપર અમૃત વરસાવતી રહો! શ્રી પ્યારેરામબાપુ, શ્રી નાથજીદાદા, જય શ્રી ગંગારામબાપુ, શ્રી ઉપવાસીબાપુ નાં ચરણોમાં કોટી કોટી વંદન… સૌને મારા જય સીતારામ…..

 ” આભાર વંદના લી. “

” પ.પુ.શ્રી નાથજીદાદાનો સેવક અને પુ.સદગુરૂ ચરણનુરાગી. “

* * * * * * * * – * * * * *

           સૌ સેવકગણ અને ભાવિકભક્તોને જણાવતા આનંદ અનુભવુ છુ કે, શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધાર વિષે ઈન્ટરનેટ ઉપર અલગ અલગ સાઈટો જેવી કે, ગુજરાતી વિકિપીડિયામાં રસપ્રદ લેખ, ફ્લીકર ઉપર જગ્યાનો ફોટો આલ્બમ, યુટ્યુબ ઉપર જગ્યામાં થયેલા લોકડાયરાની ભજન-વિડીયો આલ્બમ અને વિકિમેપીયા ગુગલ ઉપર દાણીધાર જગ્યાનો પ્રત્યક્ષ નકશો જોવા મળે છે જેનાથી કોઈપણ દર્શનાર્થીને દાણીધાર પહોંચવા માટેનો ભૌગોલિક ખ્યાલ આવે છે. તમામ સાઈટોની કડીઓ નીચે મુજબ આપી છે જેનાં ઉપર ક્લીક કરીને તમામ સાઈટો ઉપર અહીંથી જ પહોંચી શકશો. તો આવો દાણીધાર જગ્યાની યાત્રાએ… સૌ ભકતજનોને નમ્ર વિનંતીકે આ વેબસાઈટ વિશે આપનાં પ્રતિભાવ કોમેન્ટનાં બોક્સમાં અથવા ઈમેઈલ કરીને જરૂરથી આપતા રહેશો. “તુ હીં રામ પ્યારે રામ… જય જય સીતારામ…”

* દાણીધાર જગ્યાનો રસપ્રદ લેખ *   દાણીધાર જગ્યાનો ફોટો આલ્બમ *

* દાણીધાર જગ્યાની ભજન-વિડીયો આલ્બમ  દાણીધાર જ્ગ્યાનો ગુગલ નક્શો *

 

******** –  સંપર્ક  – * – ******

 
Upavasibapu - Danidhar શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ)

તાલુકો કાલાવડ (શીતલા),

જીલ્લો જામનગર, ગુજરાત,

 દાણીધારધામ – ૩૬૧૧૬૦.

ફોન નં. (૦૨૮૯૪) ૨૬૩૦૯૩.

શ્રી નાથજીદાદા ટ્રસ્ટ – રજી.નં. એ/૭૩૮.

શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ – રજી.નં. ઈ/૫૮૧.

ઈમેઈલ : shrinathjidadadanidhar@gmail.com

વેબસાઈટ : https://shrinathjidada.wordpress.com/

બ્રહ્મલીન મહંતશ્રી ઉપવાસીબાપુ (ચત્રભુજદાસજી)

ગુરૂશ્રી રામલખનદાસજી (જુનાગઢ)

———————————————————————————————————————–

Advertisements

સૌરાષ્ટ્રમાં જામકંડોણા-કાલાવડ હાઈવે ઉપર આવેલ દાણીધારધામ ખાતે શ્રી નાથજીદાદાની જગ્યામાં ૧૨ જીવાત્માઓની જીવતા ચેતન સમાધીઓ શોભે છે. તેવી સંતશ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ઉપવાસીબાપુની તપોભુમીમાં શ્રી નાથજીદાદાનો સતત ૩૯૬મો સંવત્સરી ઉત્સવ તા.૨૧/૦૬/૨૦૧૯ ને શુક્રવારનાં રોજ ઉજવવામાં આવશે તો આ પાવન પ્રંસંગે આપ સર્વેને પધારવા ટ્રસ્ટીમંડળ તરફથી જાહેર નિમંત્રણ છે… સીતારામ

Nathjidada - Danidhar-: શ્રાધ્ધ ઉત્સવ, રક્તદાન કેમ્પ, કાનગોપી, લોકમેળો, સંતવાણી :-

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. વિક્રમ સંવત ૧૬૩૪ થી મહાસિધ્ધ મહાત્માએ સૌરાષ્ટ્રને બેસણુ બનાવી ધર્મની ધજા ફરકાવી છે, તેમજ ભાતીગળ ઈતિહાસનું સર્જન કર્યુ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી શ્રી નાથજીદાદાની પાવનકારી જગ્યા દાણીધારમાં વિક્રમ સંવત ૨૦૭૦ નાં ભાદરવા વદ-૪ (ચોથ) ને શુક્રવાર, તા.૧૨/૦૯/૨૦૧૪ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાનો સતત ૩૮૮મો શ્રાધ્ધ ઉત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે શ્રી નાથજીદાદાનાં સમાધી મંદીરને અવનવા ફુલોથી શણગારવામાં આવશે. વહેલી સવારે આ સમાધીએ આસોપાલવ અને શ્રીફળનું તોરણ બંધાશે. ત્યારબાદ બધી સમાધીઓનું પુજન કરવામાં આવશે. પુજન વિધી પુર્ણ થયા બાદ શ્રી નાથજીદાદાની બાવનગજની ધજા ચડાવવામાં આવશે. તેમજ ગંગારામબાપુનાં ધુણે પણ પુજન વિધી થશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે જગ્યાની પરંપરા મુજબ સમાધીએ ૫૧ થાળ ધરવામાં આવશે. તે સમય દરમિયાન ટોડા ગામે આવેલી મોતીરામ સ્વાનની સમાધીએ પણ પુજા કરવામાં આવશે. પ્રસાદ ધરવામાં આવશે અને શ્રીફ્ળનું તોરણ બાંધવામાં આવશે.  દિવસ દરમ્યાન સવારે ૧૦.૦૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુઘી સેવંત્રા ગૃપ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાત્રે ૯.૩૦ કલાકે સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે, તેમજ વિક્રમ સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. આ સ્થળે પહોંચવા માટે કાલાવડ શહેરથી જુનાગઢ રોડ પર  ૧૫ કિ.મી. એ દાણીધારનું બસ-સ્ટેન્ડ આવશે. ત્યાંથી પુર્વમાં ૨ કિ.મી. ડામર માર્ગે આવેલ છે. જેમાં પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુંટુંબ મિત્રમંડળ સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

* * * પાવન પ્રસંગે દિવસ દરમ્યાન કાર્યક્રમની રૂપરેખા * * *

* લોકમેળો : સવારે ૭.૦૦ કલાક થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી. *

* રક્તદાન કેમ્પ : સવારે ૯.૦૦ કલાક થી સાંજે ૫.૦૦ કલાક સુધી. *

* કાનગોપી : સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૫:૦૦ કલાક સુધી. *

* સંતવાણી : રાત્રે ૯:૩૦ કલાક થી સવારે ૪:૦૦ કલાક સુધી. *

(કલાકાર : સમરથસિંહ સોઢા, નારાયણ ઠાકર, તુલસી કાપડી, દેવદાન ગઢવી) *

* * * નિમંત્રક * * *
શ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ તેમજ શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ

* * * સ્થળ * * *
શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ) – દાણીધાર ધામ.
તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર, ગુજરાત.

Nathjidada Utsav_02

-:  શ્રી ઉપવાસીબાપુની આઠમી પુણ્યતિથીની ધામધુમથી ઉજવણી  :-

-:  ગૌશાળાનાં લાભાર્થે  કાનગોપી કાર્યક્રમ  અને  ભવ્ય લોકડાયરો  :-

Invitation Card of Upavasibapu PunyatithiInvitation Card of Upavasibapu Punyatithiસૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. વિક્રમ સંવત ૧૬૩૪ થી મહાસિધ્ધ મહાત્માએ સૌરાષ્ટ્રને બેસણુ બનાવી ધર્મની ધજા ફરકાવી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી શ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ શ્રી ઉપવાસીબાપુની તપોભુમિ તરીકે વિખ્યાત જગ્યા દાણીધારમાં વિક્રમ સંવત ૨૦૭૦ નાં ચૈત્ર સુદ-૧૧ (અગીયારસ) ને શુક્રવાર, તા.૧૧/૦૪/૨૦૧૪ નાં શુભ દિવસે જગ્યાનાં બ્રહ્મલીન મહંતશ્રી ૧૦૦૮ શ્રી ચત્રભુજદાસજી મહારાજ (શ્રી ઉપવાસીબાપુ ગુરૂશ્રી રામલખનદાસજીબાપુ) ની આઠમી પુણ્યતિથી ધામધુમથી ઉજવવામાં આવશે. આ દિવસે સવારે ૯.૦૦ કલાકે શ્રી ઉપવાસીબાપુની ચરણપાદુકાની પુજન વિધી થશે. ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકેથી સાંજના ૪.૦૦ કલાક સુઘી કોલકી ગૃપ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાથે સવારે ૧૦.૦૦ કલાકેથી ૨.૦૦ કલાક સુધી મહા રક્ક્તદાન કેમ્પનું પણ વિશેષ આયોજન કરેલ છે. તેમજ ગૌશાળાનાં લાભાર્થે રાત્રે ૯.૦૦ કલાકે ભવ્ય લોકડાયરો. સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ કલાકારો મથુરભાઈ કણજારીયા, બેબી મિતલ અને બલરાજ ગઢવી. પ્રસાદ સતત ચાલુ રહેશે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુંટુંબ મિત્રમંડળ સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

* * * પાવન પ્રસંગે દિવસ દરમ્યાન કાર્યક્રમની રૂપરેખા * * *

* કાનગોપી કાર્યક્રમ : સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૪.૦૦ કલાક સુધી. *

* રક્તદાન કેમ્પ : સવારે ૧૦.૦૦ કલાક થી બપોરે ૨.૦૦ કલાક સુધી. *

* લોકડાયરો : રાત્રે ૯:૦૦ કલાક થી સવારે ૪:૦૦ કલાક સુધી. *

*  (કલાકાર : શ્રી મથુરભાઈ કણજારીયા, બેબી મિતલ અને બલરાજ ગઢવી) *

* * * નિમંત્રક * * *
શ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ તેમજ શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ

* * * સ્થળ * * *
શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ) – દાણીધાર ધામ.
તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર, ગુજરાત.

Invitation Banner of Upavasibapu 8th Punjya Tithi

કુદરતી સૌંદર્યથી ભરપુર કાલાવડ પંથકમાં આવેલ શ્રી નાથજીદાદાની જગ્યામાં શ્રી ઉપવાસીબાપુની અલૌકિક હાજરી વચ્ચે પુનમે આવતા શ્રદ્ધાળુઓ. ધાર્મિક અને આર્યુવેદની દ્રષ્ટીએ પુનમના દિવસનું મહત્વ વિશેષ આંકવામાં આવ્યું છે. પુર્ણ ચંદ્રની શિતળ રાત્રીએ ખુલ્લાં આકાશ નીચે મનને શાંત કરીને આરાધનામાં લીન કરવા માટે પુનમની રાત્રી ઉત્તમ સમય છે ભાવિક ભક્તો દર પુનમે દાણીધારની આ જગ્યામાં શ્રી નાથજીદાદાનાં દર્શને આવે છે. સંવત ૨૦૭૦ નાં વર્ષ દરમ્યાન આવતી પુનમ તેમજ પ્રસંગની યાદી. 2070 Poonam List

008

-: શ્રાધ્ધ ઉત્સવ, કાનગોપી, લોકમેળો, સંતવાણી :-

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. વિક્રમ સંવત ૧૬૩૪ થી મહાસિધ્ધ મહાત્માએ સૌરાષ્ટ્રને બેસણુ બનાવી ધર્મની ધજા ફરકાવી છે, તેમજ ભાતીગળ ઈતિહાસનું સર્જન કર્યુ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી શ્રી નાથજીદાદાની પાવનકારી જગ્યા દાણીધારમાં વિક્રમ સંવત ૨૦૬૯ નાં ભાદરવા વદ-૪ (ચોથ) ને સોમવાર, તા.૨૩/૦૯/૨૦૧૩ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાનો સતત ૩૮૭મો શ્રાધ્ધ ઉત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે શ્રી નાથજીદાદાનાં સમાધી મંદીરને અવનવા ફુલોથી શણગારવામાં આવશે. વહેલી સવારે આ સમાધીએ આસોપાલવ અને શ્રીફળનું તોરણ બંધાશે. ત્યારબાદ બધી સમાધીઓનું પુજન કરવામાં આવશે. પુજન વિધી પુર્ણ થયા બાદ શ્રી નાથજીદાદાની બાવનગજની ધજા ચડાવવામાં આવશે. તેમજ ગંગારામબાપુનાં ધુણે પણ પુજન વિધી થશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે જગ્યાની પરંપરા મુજબ સમાધીએ ૫૧ થાળ ધરવામાં આવશે. તે સમય દરમિયાન ટોડા ગામે આવેલી મોતીરામ સ્વાનની સમાધીએ પણ પુજા કરવામાં આવશે. પ્રસાદ ધરવામાં આવશે અને શ્રીફ્ળનું તોરણ બાંધવામાં આવશે.  દિવસ દરમ્યાન સવારે ૧૦.૩૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુઘી સેવંત્રા ગૃપ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાત્રે ૯.૩૦ કલાકે સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે, તેમજ વિક્રમ સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. આ સ્થળે પહોંચવા માટે કાલાવડ શહેરથી જુનાગઢ રોડ પર  ૧૫ કિ.મી. એ દાણીધારનું બસ-સ્ટેન્ડ આવશે. ત્યાંથી પુર્વમાં ૨ કિ.મી. ડામર માર્ગે આવેલ છે. જેમાં પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુંટુંબ મિત્રમંડળ સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

* * * પાવન પ્રસંગે દિવસ દરમ્યાન કાર્યક્રમની રૂપરેખા * * *

* લોકમેળો : સવારે ૭.૦૦ કલાક થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી. *

* કાનગોપી કાર્યક્રમ : સવારે ૧૦:૩૦ કલાક થી સાંજે ૫:૦૦ કલાક સુધી. *

* લોકડાયરો : રાત્રે ૯:૩૦ કલાક થી સવારે ૪:૦૦ કલાક સુધી. *

*  (કલાકાર : શ્રી અભેસિંહ રાઠોડ, શ્રી પુનમ ગોંડલીયા, શ્રી હરેશદાન ગઢવી, દિલદાન ગઢવી) *

* * * નિમંત્રક * * *
શ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ તેમજ શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ

* * * સ્થળ * * *
શ્રી નાથજીદાદાની જગ્યા (આશ્રમ) – દાણીધાર ધામ.
તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર, ગુજરાત.

Kan Gopi Utasav Lok Dyaro

Nathjidada's Samadhi Mandir સંત ભૂમિ સૌરાષ્ટ્ર એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે.

આવી પાવનકારી અને પવિત્ર ભુમિમાં નાથજીદાદાની સવંત્સરીનો ઉત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે. વિક્રમ સંવત ૧૬૭૯ નાં જેઠ વદ ચોથ નાં દિવસે શ્રી નાથજીદાદા એ તેમજ તેની સાથે બીજા ૧૧ જીવાત્માએ જીવતા સમાધી લીધેલ. તે ઉપરાંત દાદાનાં સેવક મોતીરામ નામના સ્વાને (કુતરાએ) પણ ટોડા ગામમાં સમાધી લીધેલ. તે દિવસથી દાણીધાર જગ્યામાં સવંત્સરીનો ઉત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે. “તુ હીં રામ પ્યારે રામ” નાં નામથી ગુંજતી કુદરતી સૌદંર્યથી ભરપુર એવી શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારધામમાં વિક્રમ સંવત ૨૦૬૯ નાં જેઠ વદ-૪ (ચોથ) ને બુધવાર તા.૨૬/૦૬/૨૦૧૩ નાં શુભ દિવસે પ.પુ.શ્રી નાથજીદાદાની સતત ૩૯૦ મી સવંત્સરી ઉજવવામાં આવશે. દિવસ દરમિયાન શ્રી નાથજીદાદાની સમાધીનું પુજન સવારે ૭:૦૦ કલાકે થશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકેથી સાંજનાં ૪:૦૦ કલાકસુધી સેવંત્રા ગૃપનો કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સંવત ૧૬૩૪ થી સતત ચાલુ છે તેવા અન્નક્ષેત્રમાં પ્રસાદ સતત ચાલુ રહેશે. દાણીધાર જગ્યાનાં વર્તમાન મહંતશ્રી સુખદેવદાસજીબાપુ તેમજ ટ્રસ્ટીમંડળ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

                                             – :  સ્થળ  : –

                        શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધારધામ

                      તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર (ગુજરાત).

કુદરતી સૌંદર્યથી ભરપુર કાલાવડ પંથકમાં આવેલ શ્રી નાથજીદાદાની જગ્યામાં પુ.શ્રી ઉપવાસીબાપુની અલૌકિક હાજરી વચ્ચે પુનમે આવતા શ્રદ્ધાળુઓ. ધાર્મિક અને આર્યુવેદની દ્રષ્ટીએ પુનમના દિવસનું મહત્વ વિશેષ આંકવામાં આવ્યું છે. પુર્ણ ચંદ્રની શિતળ રાત્રીએ ખુલ્લાં આકાશ નીચે મનને શાંત કરીને આરાધનામાં લીન કરવા માટે પુનમની રાત્રી ઉત્તમ સમય છે ભાવિક ભક્તો દર પુનમે દાણીધારની આ જગ્યામાં શ્રી નાથજીદાદાનાં દર્શને આવે છે. સંવત ૨૦૬૯ નાં વર્ષ દરમ્યાન આવતી પુનમ તેમજ પ્રસંગની યાદી.
Poonam List